ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-૧૨ તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવા માટે જિલ્લાકક્ષાએ એક્સચેન્જ મેળાનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંજ ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલના માર્ગદર્શન સૂપેરે કામગીરી પાર પાડવામાં આવી હતી.
ભરૂચ: કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પોસ્ટલ બેલેટ ફોર્મનો જિલ્લા કક્ષાનો પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો
પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલના માર્ગદર્શન સૂપેરે કામગીરી પાર પાડવામાં આવી
New Update