Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની “તુફાન ગેમ્સ” યોજાય, નાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે નન્હી કલી દ્વારા જિલ્લા કક્ષાની “તુફાન ગેમ્સ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની “તુફાન ગેમ્સ” યોજાય, નાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો
X

ભરૂચ જિલ્લાના જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે નન્હી કલી દ્વારા જિલ્લા કક્ષાની “તુફાન ગેમ્સ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હીકલી પ્રોજેક્ટ ભારતના 9 રાજ્યોમાં કાર્યરત છે, અને ભરૂચ જિલ્લાના 5 બ્લોક વાલિયા, ઝઘડીયા, નેત્રંગ, આમોદમાં મળી કુલ 13 હજાર નાની બાળાઓને શૈક્ષણિક સામાજિક સાથે શૈક્ષણિક સામગ્રી સહાયતા આપી નાની બાળાઓ શિક્ષણ ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરે તે માટે જંબુસર ખાતે પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ સતત પ્રયત્નશીલ રહે છે. સદર પ્રોજેક્ટ અંતર્ગત નાની બાળાઓ શિક્ષણ સાથે રમત-ગમત ક્ષેત્રે પણ પ્રગતિના સોપાનો સર કરી રહી છે. જંબુસરની નવયુગ વિદ્યાલય મેદાનમાં બાળાઓ માટે જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલી નાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં શટલ રન, ૩૦ મીટર દોડ, લાંબી કુદ સહિતની રમતો યોજાઈ હતી. જેનો સમાપન સમારોહ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-ભરૂચ કચેરી ઈન સ્કૂલ ટીમ મેનેજર હિતેશ પઢિયાર, અગ્રણી કૃપા દોશી, ધનુ રણા, વૈશાલી પઢીયાર, હિતેન્દ્રસિંહ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નાની બાળાઓ વિવિધ રમતમાં સુંદર પરિણામ હાંસલ કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ તમામ નાની બાળાઓને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવી હતી.

Next Story