Connect Gujarat
ભરૂચ

ભરૂચ : એમિટી સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાય, 150થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

X

ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળકો અને યુવાનોમાં યોગના આકર્ષણ અને જનજાગૃતિ અર્થે ગુજરાતના તમામ જિલ્લામાં જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષ અને મહિલાઓની અલગ અલગ કેટેગરીમાં યોજાયેલ યોગાસન સ્પર્ધામાં 150થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સબ જુનિયર ગ્રુપ, જુનિયર ગ્રુપ અને સિનિયર ગ્રુપના સ્પર્ધકોએ વિવિધ યોગસન કરી બતાવ્યા હતા. આ યોગ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રશિક્ષણ પત્ર અને વિજેતાઓને રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવશે. આ પ્રસંગે સિનિયર કોચ રાજનસિંહ ગોહિલ, એમિટી શાળાના યોગ શિક્ષક રવિ ગોહિલ, અમીષા પટેલ, વિનય પટેલ સહિતના યોગ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story