ભરૂચ જિલ્લા નોટરી એસોસીએશન દ્વારા "વર્લ્ડ નોટરી-ડે"ની ઉજવણી કરાય, નવનિયુક્ત નોટરી સભ્યોને આવકાર્યા...

વર્ષ 1974થી દર વર્ષે તા. 7મી નવેમ્બરના રોજ નોટરી-ડેની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા નોટરી એસોસીએશન દ્વારા વર્લ્ડ નોટરી-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

કોઈપણ વેરિફિકેશન, મકાન દસ્તાવેજ, એફિડેવિટ, ડોક્યુમેન્ટ સહિતના વિવિધ વેરિફિકેશન માટે નોટરીના સિગ્નેચરનું મહત્વ રહેલું છે. જેની કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે, ત્યારે વર્ષ 1974થી દર વર્ષે તા. 7મી નવેમ્બરના રોજ વર્લ્ડ નોટરી-ડેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તેવામાં ગત તા. 7મી નવેમ્બરના રોજ વર્લ્ડ નોટરી-ડેની ભરૂચ જિલ્લા નોટરી એસોસીએશન દ્વારા કર્મઠ વિદ્યાપીઠ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ મોરબી ઝૂલતા પુલની ઘટનાના દિવંગતો માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ નવનિયુક્ત થયેલ નોટરી સભ્યોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા નોટરી એસોસીએશનના પ્રમુખ સુરેશ મહેતા, મંત્રી મહેન્દ્ર કંસારા, નોટરી રૂપલ મોદી, ખજાનચી દિલીપ રાવ, કર્મઠ વિદ્યાપીઠના મુખ્ય આગેવાન સહિત તમામ નોટરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories