New Update
/connect-gujarat/media/post_banners/32010e9b37f74c34be2cd08f76841f3e710c0a8ceb9067d599fa8a0ae4379e7f.jpg)
પ્રકાશના પર્વ દિવાળીની ભરૂચ શહેર અને જીલ્લામાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી રામના અયોધ્યા આગમનના પર્વ દીપાવલીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.બજારોમાં ફટાકડાઓની પણ ધૂમ ખરીદી નીકળી હોવાથી વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી. સવારે દિપાવલી નિમિતે લક્ષ્મી પૂજન ચોપડા પૂજન સહિતની ધાર્મિક પરંપરા નિભાવમાં આવી હતી રાત થતાની સાથે જ ભરૂચમાં ફટાકડા અને આતાશબાજીની રોનક જોવા મળી હતી. લોકોએ ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરી હતી