ભરૂચ : કાનમ પ્રદેશમાં કપાસના પાકનું બમણું ઉત્પાદન, ઊંચી ઉત્પાદકતા મળતાં ખેડૂતોમાં ખુશી…

ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળતા ખેડૂતો ખુશ થયા છે.

New Update
ભરૂચ : કાનમ પ્રદેશમાં કપાસના પાકનું બમણું ઉત્પાદન, ઊંચી ઉત્પાદકતા મળતાં ખેડૂતોમાં ખુશી…

ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળતા ખેડૂતો ખુશ થયા છે. કાનમ પ્રદેશ જે કપાસની જુદી જુદી જાતોનું વાવેતર કરે છે. ત્યાં હાલમાં એપ્રિલ મહિનામાં પણ ખેડૂતો કપાસનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે. ગત ચોમાસાની સારી શરૂઆતમાં ભરૂચ જિલ્લામાં કપાસનું મોટાપાયે વાવેતર થયું હતું. જે દરમ્યાન બે ત્રણ અઠવાડિયા વરસાદ ખેંચાતા કપાસના પાકમાં જીવાત આવી જતાં પાક મુરઝાયા હતા. પરંતુ ત્યારબાદ સતત 2 માસ સુધી વરસાદ પડતાં કપાસના છોડમાં પૂરતો વિકાસ જોવા મળ્યો છે. આ ઉપરાંત શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ સારું રહેતા કપાસના છોડમાં પુષ્કળ ફૂલો આવ્યા હતા. કપાસ માટે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતોને કપાસના પાકની ઊંચી ઉત્પાદકતા મળી છે.

જોકે, દર વર્ષે થતા ઉત્પાદન કરતા આ વર્ષે વધુ ઉત્પાદન મળતા ખેડૂત વર્ગ આગામી વર્ષે વધુ કપાસનું વાવેતર કરશે તેવું કહી રહ્યા છે. આમોદ તાલુકાના દાંડા ગામના ખેડૂતોને પણ કપાસના પાકમાં સારું ઉત્પાદન મળતા આ વર્ષે વધુ ફાયદો થયો હોવાનું જણાવ્યુ હતું. ગત વર્ષોમાં કપાસના ભાવ એક ક્વિન્ટલના 5 હજાર રૂપિયા હતા, જ્યારે આ વર્ષે ખેડૂતોને ડબલ ભાવ એટલે કે, 10 હજાર રૂપિયા મળી રહ્યા છે. કપાસની ગુણવત્તા, ઉત્પાદકતાનો ડબલ ભાવ મળવાથી ખેડૂતોને રાહત થઈ છે. સાથે જ સરકારની વિવિધ યોજનાઓ પૈકી સાત પગલાં યોજના થકી ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. તો બીજી તરફ કપાસનું વાવેતર કર્યા બાદ વધુ ઉત્પાદન મળવાની ખેડૂતોને આશા ન હતી, ત્યારે હાલ વધુ અને સારું ઉત્પાદન મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

Latest Stories