ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથી નિમિત્તે અમોદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો...

ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથી નિમિત્તે અમોદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો...
New Update

ભારત દેશના બંધારણના ઘડવૈય્યા ડો. બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથી નિમિત્તે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના આમોદ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આમોદ નગરમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. આ સાથે જ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કનુ પરમાર, પ્રદેશ ભાજપ મંત્રી દિનેશ રોહિત, ઉપપ્રમુખ જયેશ પરમાર, આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, તાલુકા ભાજપ મોરચાના પ્રમુખ જેન્તી મારવાડી, શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#death anniversary #ડો.બાબા સાહેબ આંબેડકર #Baba Saheb Ambedkar #DrBabasahebAmbedkar
Here are a few more articles:
Read the Next Article