ભરુચ : આંબેડકર ભવન ખાતે ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલનો "વાર્ષિકોત્સવ સમારંભ" નું કરાયું આયોજન...

ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ સમારંભ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

New Update
ભરુચ : આંબેડકર ભવન ખાતે ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલનો "વાર્ષિકોત્સવ સમારંભ" નું કરાયું આયોજન...

ભરૂચની સોનેરી મહેલ સ્થિત ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ સમારંભ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શિક્ષણ,સંસ્કાર અને કલાપ્રતિભાના ત્રિવેણી સંગમસમા તેમજ બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલ,તેમજ શ્રી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્રશાળા દ્વારા ભરૂચના આંબેડકર ભવન ખાતે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ એવા વાર્ષીકોત્સવ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 જેટલી વિવિધ કૃતિઓ રજૂ બાળકોએ સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કિશનભાઈ વસાવા અને એ.ડિવિઝનના પી.આઈ બી.એલ.મહેરિયા વિશેષ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમને શાળાના પ્રમુખ જ્યોત્સના બેન તાપિયાવાળા, શાળાના વહીવટદાર બીપીનચન્દ્ર જગડીશવાળા, આચાર્ય એમ.વી વાઘેલા સહિત શાળાના તમામ શિક્ષકોની મહેનતના પરિણામ સ્વરૂપ વાર્ષિકોત્સવ સમારંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.