ભરૂચ : શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર-ઓસારા ખાતે યંત્ર પૂજા રદ્દ કરાય...

હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઓસારા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના મંદિરનો અનેરો મહિમા છે.

New Update
ભરૂચ : શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર-ઓસારા ખાતે યંત્ર પૂજા રદ્દ કરાય...

હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઓસારા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના મંદિરનો અનેરો મહિમા છે. જોકે, શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શરદપૂર્ણિમાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, જેની સૌ ભાવિક ભક્તોએ નોંધ લેવા મંદિરના વ્યવસ્થાપક દ્વારા વિનંતી કરવામાં આવી છે.

ભરૂચ તાલુકામાં ઓસારા ગામ આવેલું છે. જે ભરૂચ નેશનલ હાઇવે 48થી 15 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં વિશ્વ શાંતિ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. તારીખ 3-10-1976 આસો સુદ દશમને રવિવારે પૂજ્ય મહાકાળી માતાજી પાવાગઢથી આવી ઓસારા બિરાજમાન થયા હતા. ત્યારથી આ મંદિર દર મંગળવારે દર્શન માટે ખોલવામાં આવે છે, અને આસો નવરાત્રી નિમિત્તે આ મંદિર 9 દિવસ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા આસો નવરાત્રી નિમિત્તે મંદિર દરરોજ ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં રૂપિયા પૈસા મુકવામાં આવતા નથી કે, દાન-દક્ષિણા પણ લેવામાં આવતી નથી. અહી માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે. આ મંદિર પાવાગઢ મહાકાળી મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે. અહીંયા લોકો પગપાળા પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. આજુબાજુના ગામો તેમજ ગુજરાતભરમાંથી લોકો અહીંયા મંગળવારે માતાજીના દર્શન કરવા અવશ્ય આવે છે, અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. આસો સુદ પૂર્ણિમા એટલે કે, શરદપૂર્ણિમાના રોજ અહી યંત્ર પૂજા રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શરદપૂર્ણિમાનો કાર્યક્રમ મંદિર વ્યવસ્થાપક દ્વારા રદ કરવામાં આવ્યો છે, જેની સૌ ભાવિક ભક્તોએ નોંધ લેવા મંદિરના વ્યવસ્થાપક દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.