Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ડુંગાજી કન્યા શાળાથી ચાર રસ્તાને જોડતા માર્ગની કામગીરી ગોકળગતિએ,સ્થાનિકો નોંધાવ્યો વિરોધ

ભરૂચની ડુંગાજી કન્યાશાળાથી લઈને ચાર રસ્તા સુધીની કામગીરી શરૂ કર્યા બાદ કામ અધવચ્ચે જ છોડી દેવાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

X

ભરૂચની ડુંગાજી કન્યાશાળાથી લઈને ચાર રસ્તા સુધીની કામગીરી શરૂ કર્યા બાદ કામ અધવચ્ચે જ છોડી દેવાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

ભરૂચમાં ડુંગાજી કન્યાશાળાથી લઈને ચાર રસ્તા સુધીનો માર્ગ બનાવાનું શરૂ થયું છે પરંતુ માર્ગની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા કોંગ્રેસી કાર્યકરોએ આજે મીડિયા સમક્ષ આ કામગીરીને વહેલી તકે પૂરી કરવાની વાત કરી હતી.વોર્ડ નંબર 10 ના સામાજિક કાર્યકર મોહમ્મદ સુજનીવાલા એ જણાવ્યું છે કે આ કામગીરી થતી હોય તે અત્યંત પ્રશંસનીય બાબત છે પરંતુ ઘણા લાંબા સમયથી આ કામગીરીમાં અનેક વિલંબ આવી રહ્યા છે. રોડ પર કામગીરીને લઇને અનેક અટકળો પણ ઊભી થાય છે તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વોર્ડ નંબર 10 માં રોડની કામગીરી અધુરી હાલતમાં હોય જેમાં સેંટિંગનું કામ અસ્તવ્યસ્ત હાલતમાં હોય તેવા સંજોગોમાં અહીંથી પસાર થતાં રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વખત આ રસ્તા પરથી વૃદ્ધ રાહદારીઓના અકસ્માત પણ થયા છે. આથી આ રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Next Story