/connect-gujarat/media/post_banners/82e81802d3d8c8d66ac0482c359231c0891bffabc1b473aaa324d3f9e6bd5d5e.jpg)
ભરૂચના ઇ ધરા કેન્દ્રમાં સર્વર ડાઉન થતા અરજદારો અટવાયા હતા અને તેઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો
રાજયભરના ઈ-ધરા કેન્દ્રના સર્વર ડાઉન થવાના પગલે 7/12, 8-અના દાખલા સહિતની કામગીરી ઠપ્પ થતા અરજદારો અટવાય છે. ઈ ધરા કેન્દ્રમાં છેલ્લા ઘણા સમય થી અવારનવાર સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાય છે. જેના પગલે અરજદારોને ભારે હાડમારી પડી રહી છે. 7/12 અને 8-અના દાખલા કઢાવવા માટે અરજદારોને ઈ ધરા કેન્દ્રના ધરમધકકા થઈ રહ્યા છે.અરજદારોના પ્રમોલગેશન પાંચથી દસ મીનીટમાં નીકળી જાય છે પણ છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન થતા 20થી 25 મીનીટ જેવો સમય પસાર થઈ રહ્યો છે. ભરૂચમાં ઈ ધરાનું સર્વર ડાઉન થતાં હાલ તો વિધાન સેવા કેન્દ્રમાંથી આઠ બારની નકલ કાઢી આપવામાં આવી રહી છે.