ભરૂચ: ખાદ્ય તેલના વેપારી પર બીજીવાર ચપ્પુ વડે હુમલો,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

New Update
ભરૂચ: ખાદ્ય તેલના વેપારી પર બીજીવાર ચપ્પુ વડે હુમલો,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના સીંધુ નગર ખાતે રહેતા ૨૭ વર્ષીય મોહિત ભોજવાની ધોળીકુઈ વિસ્તારમા ખાદ્ય તેલનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ૨૮મી સપ્ટેમ્બરના રોજ મોબાઈલની ડિસ્પેની ખરીદી કરવા માટે અમરદીપ કોમ્પ્લેક્ષમાં ગયા હતા તે વેળા બે અજાણ્યા ઈસમો તેઓ પાસે આવ્યા હતા અને વેપારી કઈ સમજે તે પહેલા ચપ્પુ કાઢી વેપારીના શરીર ઉપર ચપ્પુના ઘા ઝીકી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે વેપારી પર ગત તારીખ-૩૧ ઓગસ્ટના રોજ પણ નર્મદા માર્કેટ ખાતે હુમલો કરાયો હતો ત્યારે પોલીસ દ્વારા આવા ગંભીર ગુનામાં સઘન તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Latest Stories