ભરૂચ: વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો

સમસ્ત વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ ભરૂચ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો

New Update
ભરૂચ: વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો

સમસ્ત વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ ભરૂચ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચના વેજલપુર અંબેમાતા વિદ્યાલય ખાતે સમસ્ત વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ ભરૂચ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વેજલપુર વિસ્તારમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણ કાર્ય અને ભૌતિક સુવિધાઓ અન્ય સંસ્થાઓ જેવી કેવી રીતે બનાવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ મહામંડળ માજી માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય કિરીટસિંહ મહીડા અને બુલચંદ ચૌહાણ,સુનિલ મિસ્ત્રી તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.