Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ

વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભરૂચના દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે કરવામાં આવી હતી. જેમાં મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ હતું.

X

વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભરૂચના દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે કરવામાં આવી હતી. જેમાં મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ હતું.

ભરૂચની કલરવ શાળામાં અંદાજીત ૭૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ પગભર થાય તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જેથી આ બાળકો પોતે પગભર થઈ સમાજમાં કોઈપણ ડર વગર રહી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ભરૂચ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરીની ઉપસ્થિતિમાં કલરવ શાળામાં કાર્યક્રમ યોજવામાં આવતા ૮૦થી વધુ શૈક્ષણિક કીટનું બાળકોને વિતરણ કરી સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગોને મળતા લાભો,સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી આપી હતી. આ પ્રસંગે અધિકારી મુકેશભાઈ મુનિયા તેમજ બાળસુરક્ષા એકમ ભરૂચના ભૂપેશભાઈ, સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન મોદી અને વિનોદભાઈ છત્રીવાલા,અદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ સહિતના મહેમાનો સહિત બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story