ભરૂચ : પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સોડગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું...

પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સોડગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ : પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સોડગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું...
New Update

વાલિયાના સોડગામ પ્રા.શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ

પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય

વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક-કંપાસનું વિતરણ કરાયું

"શિસ્ત અને સંસ્કૃતિનો વારસો જેના વડે જળવાય તેનું નામ શિક્ષણ". શાળામાં શિક્ષણ લેતા ભૂલકાઓને વધાવવા એ સૌકોઈની નૈતિક ફરજ છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સોડગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી, ત્યારબાદ બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ધોરણ 1થી 8ના 270 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક અને કંપાસનું વિતરણ કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણ જોલી, કોશાધ્યક્ષ યોગેશ પારિક, બાકરોલ ગામના તલાટી રંજન વસાવા, શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ રણા સહિત શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણ જોલીએ દેશનું ભાવિ એવા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

#Bharuch #ConnectGujarat #Students #distributed #educational kits #Prolife Foundation #Sodgam Primary School
Here are a few more articles:
Read the Next Article