Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત કરવાના પ્રયાસો, ડિજિટલ સભ્યપદ ઝુંબેશનો પ્રારંભ...

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પાર્ટીને વધુ મજબૂત કરાશે રાજ્યમાં પહેલીવાર ડિજિટલ સભ્યપદ ઝુંબેશનો પ્રારંભ

X

રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તથા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા રાજ્યભરમાં પહેલી વાર ડિજિટલ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે ડિજિટલ મેમ્બરશીપ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ વખત ડિજિટલ મેમ્બરશીપ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ પક્ષે મોટા નિર્ણયો અને નવા હોદ્દેદારો નિમણૂંક કરી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવાના પ્રયાસ માટે કમરકસી છે. પહેલી વાર ગુગલ એપમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મેમ્બર શીપ એપ તૈયાર કરવામાં આવી છે. જેમાં જોડાયેલા નવા સભ્ય માટે નામ, ફોન નંબર અને ચૂંટણી કાર્ડ નંબર લખવામાં આવશે,

ત્યારબાદ તે વ્યક્તિની જાતિ અને તેમનો વ્યવસાય પૂછવામાં આવે છે. તેમજ સેલ્ફી ફોટો પણ અપડેટ કરવામાં આવશે. અન્ય પક્ષઓની જેમ કોંગ્રેસે પણ ડિઝિટલાઇઝેશનનો ઉપયોગ કરી મતદારો સુધી પહોંચવાના કાર્યનો આરંભ કર્યો છે, ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં રાજ્યસભાન સાંસદ ડો. અમી યાજ્ઞિક અને ભરૂચ જિલ્લા પ્રભારી હરેશ વસાવાની અધ્યક્ષતામાં મેમ્બરશીપ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ ડો. અમી યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગ એકમોમાં વધતા જતા અકસ્માતોને રોકવા રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે.

આવા ઉદ્યોગોના કારણે પર્યાવરણ સાથે માનવ જીવન પર પણ મોટી અસર થવા જઈ રહી છે, ત્યારે કડક નિયમો બનાવી ઉદ્યોગોમાં થતા અકસ્માતોને રોકવા રાજ્ય સરકારે પ્રયાસો કરવા જોઈએ. કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ ડિજિટલ મેમ્બરશીપ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ તેજપાલ શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમ કલકલ અને સલીમ અમદાવાદી સહિતના કોંગી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સ્થાનિકોની ડિજિટલ મેમ્બરશીપ કરી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

Next Story