Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલેજના વલણ ગામની પ્રાથમિક કુમાર શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાય...

બાળ ઉમેદવારોએ પોતાના નામ, નિશાન અને ચૂંટણી ઢંઢેરા સાથે પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં, જેવી રીતે સાચી ચૂંટણી EVM મશીન દ્વારા થાય છે.

X

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીમાં જે પ્રકારની ચૂંટણી પ્રક્રિયા છે, તે પ્રમાણે પાલેજ-કરજણ તાલુકાના વલણ ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાય હતી. જેમાં બાળ ઉમેદવારોએ પોતાના નામ, નિશાન અને ચૂંટણી ઢંઢેરા સાથે પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં, જેવી રીતે સાચી ચૂંટણી EVM મશીન દ્વારા થાય છે.

એ રીતે આ બાળ સાંસદની ચૂંટણી ઓનલાઈન મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીએ 4 મત આપવાના હતા. આ ચૂંટણીમાં જનરલ લીડરમાં 09 ઉમેદવારો, શિષ્ટ સમિતિમાં 12 ઉમેદવારો, સફાઈ સમિતિમાં 12 ઉમેદવારો તેમજ પ્રાર્થના સમિતિમાં પણ 12 ઉમેદવારો આમ કુલ 45 બાળ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાળ સાંસદની ચૂંટણીમાં ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના તમામ શિક્ષકોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ વિતરણ, ફોર્મ ભરીને જમા કરવું, ફોર્મ પરત ખેંચવું, ફોર્મની ચકાસણી કરવી, મતદાન પ્રક્રિયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

Next Story