Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાહનો હંકારતા ડ્રાઇવરો-ક્લીનરો માટે માંડવા ટોલ ટેક્સ ખાતે આંખની તપાસ અર્થે મેડિકલ કેમ્પ યોજાયો

ડ્રાઇવરો તેમજ ક્લીનરોને લેઝર મશીન દ્વારા આંખના નંબર તપાસી ચશ્મા પણ આપવામાં આવ્યા

X

માંડવા ટોલ ટેક્સ ખાતે કરવામાં આવ્યું આયોજન

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરાયું હતું આયોજન

IRB દ્વારા આંખની તપાસ અર્થે મેડિકલ કેમ્પ યોજાયો

વાહનો હંકારતા ડ્રાઇવરો-ક્લીનરો માટે કેમ્પ યોજાયો

કેમ્પ માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માંડવા ટોલ ટેક્સ ખાતે IRB દ્વારા આંખની તપાસ અર્થે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઇવે ઉપર સતત વાહનો હંકારતા ડ્રાઇવરો તેમજ ક્લીનરો માટે ભરૂચ નેશનલ હાઇવે પર આવેલ માંડવા ટોલ ટેક્સ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ IRB દ્વારા આંખ તેમજ ડાયાબિટીસની ચકાસણી અર્થે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડ્રાઇવરો તેમજ ક્લીનરોને લેઝર મશીન દ્વારા આંખના નંબર તપાસી ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ દરમિયાન NHAIના હેડ આકૃતિ ગુપ્તા, ભરૂચ RTOના અધિકારી અંકિત ચૌધરી, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ, દિલીપસિંહ બોરાધરા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story