/connect-gujarat/media/post_banners/c8377f4508c30548ca27c318cdabdf1f9a5331443bcc21b113de1acf32633392.webp)
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓ ASI છગનભાઇ ફુલજીભાઈ, ASI ચીમનભાઈ શિવાભાઈ અને ASI રમેશભાઈ કરશનભાઇ ગતરોજ તારીખ 30 જૂનના રોજ વય મર્યાદા હેઠળ સેવા નિવૃત્ત થયા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી નબીપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતા હતા. તેઓ પોતાની ફરજ સાહસિક, નિષ્ઠાવાન, નીડર અને ઈમાનદારી પૂર્વક નિભાવી હતી. આ પ્રસંગે સમારંભના અતિથિ વિશેષ તરીકે ભરૂચના CPI કે.વી.બારીયા ઉપસ્થિત રહયા હતા. તેઓએ નિવૃત્ત થતા ત્રણે પોલીસ કર્મીઓને પુષ્પગુચ્છ આપી તેમની સેવાઓને બિરદાવી હતી. નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૌધરી એ પોતાના શબ્દોમાં ત્રણે કર્મચારીઓના સેવાકાળ દરમ્યાનની તેમની કામગીરી ને બિરદાવી હતી. નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સહિત સમગ્ર સ્ટાફે નિવૃત્ત થતા ત્રણે કર્મચારીઓને પુષ્પમાળા અર્પણ કરી તેમના જીવનની શરૂ થનાર નિવૃત્ત જિંદગીની બીજી ઇનિંગ્સ માટે શુભેચ્છાઓ આપી હતી. આ સમારંભમાં નબીપુર સહિત નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવતા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ત્રણે નિવૃત્ત થનાર પોલીસ કર્મીઓએ તેમની સેવાની કદર કરી આ વિદાય સમારંભ યોજવા બદલ ભાવુક થઈ ગુજરાત પોલીસ સહિત CPI, PSI અને તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારંભને સફળ બનાવવા બદલ નબીપુરના PSI એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.