Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદમાં નહેરના પાણી આવતા ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા મૈયાના લીધા વધામણા, આપત્તિ અવસરમાં ફેરવાઇ.....

આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીને નર્મદા કેનાલમાં નહેરનું પાણી છોડવા માટે ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી હતી.

ભરૂચ : આમોદમાં નહેરના પાણી આવતા ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા મૈયાના લીધા વધામણા, આપત્તિ અવસરમાં ફેરવાઇ.....
X

આમોદ નગર સહિત પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. વરસાદ ખેંચાવાથી જમીનનો ભેજ સુકાઈ જતાં ખેતરમાં ખેડૂતે મહામહેનતે વાવેલો ઊભો પાક સુકાઈ રહ્યો હતો. જેથી ખેડૂતને ઊભા પાક બચાવવા માટે પાણીની ખાસ જરૂર જણાતાં આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીને નર્મદા કેનાલમાં નહેરનું પાણી છોડવા માટે ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી હતી. જેથી ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખેડૂતો માથે આવી ગયેલી આપત્તિને દુર કરવા માટે નહેર વિભાગથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જેને કારણે સૌ પ્રથમ જંબુસર પંથકમાં નેહરનું પાણી પહોચ્યું હતું.ત્યાર બાદ આજ રોજ આમોદના નર્મદા કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આમ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખેડૂતો ઉપર આવેલી આપત્તિને અવસરમાં ફેરવી હતી.

જેથી આજ રોજ શમા ચોકડી પાસે આવેલી પૂરસા માઈનોર કેનાલ પાસે ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ ખેડૂતોએ નર્મદા મૈયાને શ્રીફળ તથા ફૂલહાર અર્પણ કરી વધામણા લીધા હતા. આ પ્રસંગે ખેડૂત આગેવાન હિતેશ પટેલ,અશોક પટેલ,સહિત આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ,પરેશ મહેતા, તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજ, ભૂપેન્દ્રસિંહ ગોહિલ, હરેશ પટેલ, તેમજ આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેશ પટેલ, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડ,અક્ષર પટેલ સહિત નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો અને મહિલા હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે.સ્વામીએ નહેરમાં પાણી છોડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને વિવેકપૂર્વક પાણીનો વપરાશ કરવા જણાવ્યું હતું.

Next Story