New Update
/connect-gujarat/media/post_banners/64ff60c80639713daf742c6a239db3263f9b9e7f75175b203198f6c3487447b9.webp)
ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં પરાગ શાહ નામના વ્યક્તિ એકલવાયું જીવન જીવે છે.તેમના મકાનમાં આજ રોજ વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા તેઓ સલામત રીતે બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.આગના કારણે આસપાસ રહેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી. આગના સમાચાર સાંભળતા જ લોકો પોતાના મકનોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Latest Stories