Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝાડેશ્વરના નટરાજ કોમ્પલેક્ષમાં પાંચ વાહનોમાં આગ, શું તુક્કલથી લાગી આગ.. ?

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આકાશમાં છોડવામાં આવતા તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તુક્કલ છોડી રહ્યા છે.

X

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આકાશમાં છોડવામાં આવતા તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તુક્કલ છોડી રહ્યા છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ મોટર સાયકલમાં આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર ફાયટરોએ દોડી આવી આગને કાબુમાં લીધી હતી.

ઉતરાયણ પર્વના બીજા દિવસે ઉતરાયણ જેવો માહોલ જામ્યો હતો. સંધ્યાકાળે સમય સમગ્ર ભરૂચ શહેરનું આકાશ પ્રતિબંધિત તુકકલોથી ઝળહળતું થયું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નટરાજ કોમ્પલેક્ષ પાસે પાર્ક કરેલા પાંચથી વધુ વાહનોમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. વાહનોમાં ભયંકર આગ લાગી હોવાની જાણ ફાયર ફાઈટરની કરવામાં આવતા તેઓએ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ ફાયર બંબો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં તમામ પાંચ જેટલી મોટરસાયકલો બળીને ખાખ થઇ ગઇ હતી અત્રે ઉલ્લેખનીય આકાશમાં છોડવામાં આવતા તુકકલ કચરામાં પડવાના કારણે કચરામાં આગ લાગી હોય અને તેના કારણે આગ મોટર સાયકલમાં પ્રસરી હોવાનું પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

Next Story