Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ધમધમતા થયા ફટાકડા બજાર, સુરક્ષા-સલામતીના પગલાં લેવાય તે જરૂરી..!

X

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર ધમધમતા થયા છે, ત્યારે આ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટી બજારમાં આવી ગઈ છે. જોકે, આ વર્ષે ફટાકડાના ભાવમાં 20થી 30 ટકા વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓને વરસાદી માહોલ સાથેની મુસીબતોનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આ વર્ષે ફટાકડાના વેચાણમાં સારો પ્રતિસાદ મળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. ફટાકડાની સાથે રંગોળીના કલર તેમજ દીવડા સહિતની સામગ્રીનું પણ વેચાણ થઈ રહ્યું. ઉલ્લેખનિય છે કે, દિવાળીના સમયે હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત મુખ્ય માર્ગો પર અને માનવ વસ્તી નજીક પણ ફટાકડા સ્ટોલ ઉભા કરવામાં આવે છે, અને દર દિવાળીએ વહીવટી તંત્ર સુરક્ષા અને સલામતી બાબતે પરિપત્ર બહાર પાડી સંતોષ માની લેવાની જગ્યાએ ફટાકડાના વેપારીઓને કાયદાનું પણ પાલન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story