/connect-gujarat/media/post_banners/1e45d900b5e38f519e9edb07fa03a6961dd1f0ab0162c46bb0674229e3f65b43.jpg)
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે સોમવારે રાત્રિના સમયે ખોલીબારા ફળિયામાં પાંચ જેટલા મકાનોમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
ભરૂચ નજીક આવેલાં શુકલતીર્થ ગામમાં ખોલીબારા ફળિયામાં એક મકાનમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. સ્થાનિકો મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવે તે પહેલાં આગ આસપાસના ઘરોમાં પણ ફેલાય હતી. સ્થાનિકોએ જાણ કરતાં ભરૂચ નગરપાલિકા તથા અન્ય કંપનીઓના ફાયર ફાયટર્સ દોડી આવ્યાં હતાં. ફાયર ફાયટર્સની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી પણ મકાનો તથા તેમાં રહેલી ઘરવખરીને નુકશાન થયું છે. પાંચ મકાનોમાં લાગેલી આગથી બેઘર બનેલા લોકોને સ્થાનિકો મદદ કરી રહયાં છે. બનાવના પગલે ખોલીબારા ફળિયામાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.