ભરૂચ જીલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે નેત્રંગમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ ગામના વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ યોજાય હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ આયોજન કરવામાં આવ્યું હતું. રેપિડ એક્શન ફોર્સ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. વિવિધ વિસ્તારમાં ફમેગ માર્ચ યોજાઈ હતી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ભવિષ્યમાં અશાંતિ ન ફેલાય તેવા હેતુસર નેત્રંગ નગરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.