ભરૂચના ઝઘડિયાના બલેશ્વરના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસદના હસ્તે ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ
ભરૂચના ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ વસાવા અને તેઓની ટીમ દ્વારા પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે પ્રથમ વાર ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવી હતી, બલેશ્વર ખાતે યોજાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટ માં ટોટલ ૧૩ ટીમોએ ભાગ લીધો હતો જેમાં મોરતલાવની ટીમ સામે હિંગોરીયા ગામની અર્જુન મુંડા ટીમ વિજેતા થઇ હતી, વિજેતા ટીમને રોકડ રકમ તેમજ ટ્રોફી આપવામાં આવી હતી, ચંદ્રકાંત વસાવાએ જણાવ્યું હતુંકે ટુર્નામેન્ટનું આયોજન કરવાનું મુખ્ય હેતુ એ છે કે આજનો યુવા વર્ગ વ્યસન મુક્ત થઈ અને સપોર્ટ લેવલ તરફ આગળ વધે અને સપોર્ટ માં ભાગ લે અને અગણ વધે, બલેશ્વર ખાતે ગ્રામીણ વિસ્તારમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી ખિલાડીઓ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા હતા અને આજ રીતે દર વર્ષે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે એવી ખિલાડીઓએ આશા વ્યક્ત કરી હતી, બલેશ્વર ખાતે યોજાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, જગદીશ વસાવા ,અરુણ વસાવા, ભુપેન્દ્રસિંહ રાઠોડ, તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા