Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયા પંથકમાં જંગલોએ કેસર્યો ધારણ કર્યો હોય એવા દ્રશ્યો, કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો

ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન ધરાવે છે.

ભરૂચ: ઝઘડીયા પંથકમાં જંગલોએ કેસર્યો ધારણ કર્યો હોય એવા દ્રશ્યો, કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જંગલોમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠયો જેને પગલે લોકોનું આકર્ષણ વધાર્યું છે

ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જંગલોમાં હોળી પહેલા જ કેસુડો સોળે કળાએ ખીલી ઉઠયો છે.ઝઘડીયા વિસ્તારમાં શિયાળાના અંતિમ ચરણમાં છે ત્યારે હોળી પહેલા જ પ્રકૃતિ મન મુકીને ખીલી ઊઠી છે કેસુડો ચોમેર ખીલ્યો છે. આ વિસ્તારમાં રસ્તા પર અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં કેસુડો ખીલી ઉઠ્યો છે. લોકો કેસુડાને મનભરીને માણી રહ્યા છે.ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો વાલિયા, ઝઘડિયાને કેસુડાના ફૂલનો ખજાનો માનવામાં આવે છે. ફાગણ માસમાં ભરૂચ જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઠેરઠેર કેસુડાના ખરેલા ફુલોથી ધરતી છવાયેલી રહે છે.

જો કે ફુલો થોડા દિવસોમાં બગડી જતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તાલોદરા ગામમાં કેસુડા જંગલમાં 1 હજારથી 1500 વૃક્ષ આવેલા છે. તેના પર હાલ કેસુડો જોવા મળતા લોકો તેને માણી રહ્યા છે.કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંસોધનો થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. ત્યારે કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે છે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે. પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને કેસુડાંના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. અંતરિયાળ ગામોમાં હજુ પણ કેસુડાનો ઉપયોગ કરવામાં આવે છે.

Next Story