ભરૂચ : રોટરી ક્લબ ખાતે નવા સ્વિમિંગ પૂલ સહિત ચિલ્ડ્રન્સ-પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન...

રોટરી ક્લબ ખાતે નવા સ્વિમિંગ પૂલ અને ચિલ્ડ્રન્સ-પ્લે એરિયાનું ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : રોટરી ક્લબ ખાતે નવા સ્વિમિંગ પૂલ સહિત ચિલ્ડ્રન્સ-પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન...

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રોટરી ક્લબ ખાતે નવા સ્વિમિંગ પૂલ અને ચિલ્ડ્રન્સ-પ્લે એરિયાનું ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મનુભાઈ આઇ પટેલ રોટરી યુથ સેન્ટર આવેલ છે, જ્યાં નવા સ્વિમિંગ પૂલ અને ચિલ્ડ્રન્સ-પ્લે એરિયાનો શુભારંભ કાર્યક્રમ ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇખર એક્ષપ્રેસ મુનાફ પટેલ ઉપસ્થિત રહી ક્લબના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે ક્લબની પ્રવુતિઓ અને રમત ગમતના વિકાસ માટેની યોજનાઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રોટરી કલબના પ્રમુખ રિઝવાના જમીનદાર સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે, 36 વર્ષ પૂર્ણ કરી 37માં વર્ષમાં પ્રવેશ કરનાર રોટરી યુથ સેન્ટર નેશનલ ક્લાસના ટેનિસ, બેડમિન્ટન, સ્કોવસ, અદ્યતન જીમ તથા રાજ્ય કક્ષાનું સ્વિમિંગ પૂલ ધરાવે છે. આ ક્લબથી ઘણા પ્લેયરો સ્ટેટ અને નેશનલ કક્ષાને પણ રમવા ગયા છે.

Latest Stories