ભરૂચ : જંબુસરના માસર રોડ ખાતે જરૂરિયાતમંદો માટે યોજાયો હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માસર રોડ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો.

ભરૂચ : જંબુસરના માસર રોડ ખાતે જરૂરિયાતમંદો માટે યોજાયો હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ...
New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માસર રોડ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસરના જનરલ હોસ્પિટલના સંચાલક ડોક્ટર તુષાર પટેલ કે, જેઓ જનતાના આરોગ્યની ચિંતા કરી અલગ અલગ રોગ માટેના મફત કેમ્પ યોજતા હોય છે, ત્યારે જંબુસર તાલુકાના માસર રોડ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ડોક્ટર પ્રફુલ વૈદ સહિત ગામના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સદર કેમ્પમાં ઓર્થોપેડિક એન્ડ સ્પાઈન સર્જન ડોક્ટર આશિષ ડોડીયાએ સેવાઓ આપી હતી. જેમાં હાડકાના રોગો જેવા કે, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકાના ફેક્ચર સહિતના દર્દીઓને મફત નિદાન સાથે એક્સ-રે તથા મફત દવાઓ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન નિદાન થયેલ દર્દીઓને વધુ સારવાર કે, ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને મા કાર્ડ યોજના હેઠળ ઓપરેશન કરી આપવામાં આવનાર છે.

#Bharuch #Gujarat #CGNews #Jambusar #bone disease diagnosis camp #disease diagnosis camp #Free Camp #Masar Road
Here are a few more articles:
Read the Next Article