Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાનું કરાયું વિતરણ

ભરૂચ સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજરોજ વિના મૂલ્ય ચકલીના માળાનું વિતરણ શક્તિનાથ ખાતે કરવામાં આવ્યું હતું

X

ભરૂચ સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજરોજ વિના મૂલ્ય ચકલીના માળાનું વિતરણ શક્તિનાથ ખાતે કરવામાં આવ્યું હતું.

ઘરના આંગણામાં મીઠો કલબલાટ કરતા નાના અને સૌને ગમે એવા પક્ષી ચકલીની લુપ્ત થતી પ્રજાતીને બચાવા માટે દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ચકલીઓને ગ્રીષ્મમાં ઋતુમાં ટાઢક મળી રહે તેવા ઉમદા વિચારોને સાર્થક ફાઉન્ડેશનના સભ્યોએ સાર્થક બનાવી શહેરના શક્તિનાથ વિસ્તારમાં એક કેમ્પ યોજી લોકોને વિના મૂલ્ય ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાર્થક ફાઉન્ડેશનના પ્રમુખ હેતલ શાહ,મયુર ફરાસરમી, હેતલ બેન શાહ, મીના પટેલ,નયનાબેન પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહી શહેરની જનતાને વિના મૂલ્યે માળાનું વિતરણ કરી ચકલીઓને બચાવા માટે નું માર્ગદર્શન આપ્યું હતું.

Next Story