Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આઝાદીની લડતના લડવૈયાઓનું બહુમાન, સ્વાતંત્ર સેનાનીઓના દ્રારે "સરકાર"

દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ

X

દેશના સ્વાતંત્ર પર્વને 75 વર્ષ પુર્ણ થઇ રહયાં છે ત્યારે ભરૂચમાં રહેતાં બે સ્વાતંત્ર સેનાનીઓનું રાજય સરકાર તરફથી સન્માન કરવામાં આવ્યું છે....

દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે શ્રમ અને રોજગાર મંત્રી દીલિપ ઠાકોરે અનોખી સંવેદના પ્રગટ કરી હતી.ભરૂચ શહેરના તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલી અવધપુરી સોસાયટીમાં રહેતાં અરવિંદ પંડ્યા અને કેસુરમામાના ચકલામાં રહેતાં કૃષ્ણકાંત મજમુદાર આ બન્ને સ્વતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને મંત્રીએ સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે બન્ને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સુત્તરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે આઝાદી જંગના સંસ્મરણો વાગોળ્યાં હતાં. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં.

Next Story