/connect-gujarat/media/post_banners/4236c284e17df71185b7008d24106cf6d319a0c37fe17028b3827acca56d35ba.jpg)
ભરૂચના મન મૈત્રી ફાઉન્ડેશનને જૂનાગઢ ખાતેના ધોરાજી ગામે રહેતા રંજના હરિદાસ ચોરેરાએ અબોલ જીવોની સારવાર માટે એમ્બ્યુલન્સ વાનની ભેટ આપી હતી
ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રાત-દિવસ જોયા વગર અબોલ જીવોની સેવા કરતી અને જીવ માત્રના કલ્યાણ માટે જાણીતી પશુ સેવા સંસ્થા મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ભરૂચ તાલુકાના અબોલ પશુઓ માટે વધુ એક સુવિધા મળી છે. જૂનાગઢના ધોરાજી ગામે રહેતા રંજનાબહેન હરિદાસ ચોરેરા દ્વારા આજરોજ એક એનિમલ એમ્બ્યુલન્સ મન મૈત્રી ફાઉન્ડેશનને ભેટ કરવામાં આવી હતી.આ એમ્બ્યુલન્સ થકી ભરૂચ શહેર અને આજુબાજુના વિસ્તારમાં અબોલ જીવોની સારવાર કરી તેઓનો જીવ બચાવશે.આ પ્રસંગે જયેશ પરીખ, જાસ્મીન દલાલ સહિત મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા