ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાઓમાં વિકાસના કામોને મંજુરીની મ્હોર મારી દેવાય છે..
રાજયમાં સુશાસન દિવસ અંતર્ગત વિવિધ શહેરોમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તરફથી કાર્યક્રમો યોજવામાં આવ્યાં. ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કરાયો હતો. જેમાં ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, કલેકટર ડૉ. તુષાર સુમેરા, ગુજરાત રાજય બિન અનામત વિભાગના અધ્યક્ષ વિમલ ઉપાધ્યાય, પાલિકાના ઉપ પ્રમુખ નીનાબા વાંસદીયા, મુખ્ય અધિકારી સંજય સોની સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આ પ્રસંગે ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાઓના વિવિધ વિકાસના કામોનું ઇ- ખાતમુહૂર્ત, ઇ- લોકાર્પણ તેમજ લાભાર્થીઓને ચેક અને પ્રમાણ વિતરણ કરવામાં આવ્યું...