Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર,જુઓ પછી શું થયું

ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી જવા પામી હતી

X

ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી ગઈ હતી. ટ્રેન આવી રહી હતી તે સમયે રેલવે ફાટક ખુલ્લી કેમ હતી? તે આ ઘટના બાદ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો. મોડી રાતે બનેલી ઘટનામાં સદશીબે કોઈ જાનહાની નોંધવા પામી નથી જોકે અકસ્માતના કારણે ટ્રક સાથે ટ્રેનના એન્જીનને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવના પગલે રેલવે પોલીસ, રેલવે ટેક્નિકલ અને એડમીન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાટકમેનનું ઘટના બાદ કહેવું છે કે ઉપરથી ફાટક બંધ કરવા કોઈ સૂચના કે એલર્ટ આપવામાં આવી ન હતી અને ટ્રેન આવી પહોંચતા ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે સ્થાનિકોએ વિડીયો વાઇરલ કર્યો છે જેમાં ફાટકમેન નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Next Story