Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર પર તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરનાર યુવાનની ધરપકડ

સરકારી કાર પર ચઢી તલવારથી કેક કાપવાનો મામલો, પોલીસે યુવાનની જાહેરનામા ભંગના ગુના હેઠળ કરી ધરપકડ.

X

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર પર ચઢી તલવાર વડે કેક કાપતા યુવાનનો વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ અંકલેશ્વર શહર પોલીસે યુવાનની જાહેરનામા ભંગના ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણીનો ટ્રેન્ડ હવે ખતરનાક રીતે વધી રહ્યો છે ત્યારે અંકલેશ્વર પંથકમાં ટોળે વળી સરકારી કાર ઉપર ઊભા રહી તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ હતો. સરકારી કાર ઉપર ઉભા રહી કરાયેલી જાહેરમાં ઉજવણીના વાઇરલ થયેલા વીડિયોએ ભરૂચ પંથકમાં ચર્ચા જગાવી હતી. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે તપાસ કરતાં વિડીયો અંકલેશ્વર તાલુકાના માંડવા ગામનો હોવાનું બહાર આવ્યું છે. માંડવા ગામે રહેતા યુવાન આતિશ વસાવાનો જન્મ દિવસ હોય બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના 9.30 કલાકની આસપાસ જાહેરમાં માસ્ક વગર અને શોશ્યલ ડિસ્ટન્સના પાલન વગર ઉજવણી કરવામાં આવી હતી.

પોલીસે યુવાન આતિશ વસાવાની જાહેરનામા ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. બર્થ ડેની ઉજવણીમાં જે કારણો ઉપયોગ થયો હતો એના પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવામાં આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવતા કાર અલ્કેશ પ્રજાપતિના નામ પર છે અને તે હાંસોટ નજીક ચાલી રહેલ ડી.બી. એલ. કંપનીના કોન્ટ્રાક્ટમાં ફરતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કાર માલિક અંગે પણ તપાસ શરૂ કરી છે.

Next Story