Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 16 કેન્દ્રો પર GPSCની પરીક્ષાનું આયોજન, 1800થી વધુ ઉમેદવારો રહ્યા ગેરહાજર

ભરૂચના ૧૬ કેન્દ્રો પર જી.પી.એસ.સી. નાયબ સેક્શન અધિકારી અને મામલતદાર વર્ગ-3ની પ્રીલીમિનરી પરીક્ષા યોજાઈ હતી.

X

ભરૂચના ૧૬ કેન્દ્રો પર જી.પી.એસ.સી. નાયબ સેક્શન અધિકારી અને મામલતદાર વર્ગ-3ની પ્રીલીમિનરી પરીક્ષા યોજાઈ હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્રારા નાયબ સેક્શન અધિકારી અને મામલતદાર વર્ગ-3ની પ્રીલીમિનરી પરીક્ષા આજરોજ યોજાઈ હતી ત્યારે ભરૂચ જીલ્લામાં પણ આ પરીક્ષા ૧૬ કેન્દ્રો ઉપર યોજાઈ હતી પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને કોઇપણ જાતની અગવડ નહિ પડે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી અને એસ.ઓ.પી.નું પાલન થાય અને સંવેદનશીલતાને ધ્યાને રાખી સમયમર્યાદામાં પરીક્ષાઓ પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ૧૬ કેન્દ્રો ઉપર ૩૮૭૯ પૈકી ૨૦૫૪ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જયારે ૧૮૨૫ જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

Next Story