ભરૂચ : ઝઘડીયામાં પંચાલ પરિવાર દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરાય...

પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે પૂજન, આરતી, શોભાયાત્રા તેમજ ભંડારા સહિતના ભક્તિમય કાર્યક્રમ યોજાયા હતા

New Update
ભરૂચ : ઝઘડીયામાં પંચાલ પરિવાર દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે પૂજન, આરતી, શોભાયાત્રા તેમજ ભંડારા સહિતના ભક્તિમય કાર્યક્રમ યોજાયા હતા. રાજ્યભરમાં આજે વિશ્વકર્મા જયંતીની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વકર્મા જયંતીની ધાર્મિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયાના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જંયતી નિમિત્તે ચાર રસ્તા ખાતેથી શોભાયાત્રા યોજાય હતી. જે નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. ત્યારબાદ પૂજન-હવન તેમજ આરતી સહિત ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિમય માહોલ થકી ધન્યતા અનુભવી હતી.

Latest Stories