Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત "સીઆઈઆઈ-આઈટીસી ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ હાંસલ કર્યો

ભરૂચની ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત "સીઆઈઆઈ-આઈટીસી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ" જીત્યો

ભરૂચ: ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સીઆઈઆઈ-આઈટીસી ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ હાંસલ કર્યો
X

ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે આવેલ આદિત્ય બિરલા જૂથ ની ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝને રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત "સીઆઈઆઈ-આઈટીસી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ" જીત્યો છે. 17મા CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહમાં નીતિન ગડકરી, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી, ભારત સરકાર દ્વારા આશિષ ગર્ગ, યુનિટ હેડ GCD વિલાયત અને Ms શૈલી ગર્ગ, હેડ ટેકનિકલ સર્વિસિસ, આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે વિલાયત ટીમને અભિનંદન આપતાં, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એચ કે અગ્રવાલે જણાવ્યું હતું કે “આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અમારી ટીમો દ્વારા ખાસ કરીને સસ્ટેનેબિલિટી ક્ષેત્રમાં કરવામાં આવેલી સખત મહેનતનું પરીણામ છે” તેમણે ઉમેર્યું હતું કે “સસ્ટેનેબિલિટી મુખ્ય છે.ગ્રાસિમના પલ્પ અને ફાઇબરના વ્યવસાયમાં અને અમારી કાર્યક્ષમ ઉત્પાદન પ્રક્રિયા દ્વારા, અમે પાણીની રિસાયક્લિંગ ક્ષમતા માં વધારો, ઉત્સર્જનમાં ઘટાડો, રિસાયક્લિંગ થકી પૂનઃ કેમિકલ પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ખાસ કરીને પાણી, મુખ્ય કુદરતી સંસાધનનો મહત્તમ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવાને કારણે, બિરલા સેલ્યુલોઝ, વિશ્વ સ્તરે નિર્ધારિત ધારા ધોરણો કરતાં આગળ નીકળ્યું છે અને એક નવો વિશ્વ બેન્ચમાર્ક બનાવ્યો છે.

આશિષ ગર્ગ, યુનિટ હેડ - ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝન, જણાવ્યું કે "સસ્ટેનેબલ બિઝનેસમાં ઉત્કૃષ્ટ નીતિઓ, પ્રથાઓ અને પરિણામો હાંસલ કરવા માટે પ્રાપ્ત આ એવોર્ડ જીતવા મેનેજમેન્ટ અને ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝનના પ્રત્યેક કર્મચારી અભિનંદન ના હક્કદાર છે." તેમણે ઉમેર્યું "ગ્રાસિમ સેલ્યુલોસિક ડિવિઝન "મિશન લાઇફ" ચળવળ માટે પ્રતિબદ્ધ છે અને પર્યાવરણીય શ્રેષ્ઠતા અને હાસલ કરવા સતત કાર્યશીલ રહેશે. આ વર્ષે દેશ માંથી કુલ 79 ઔદ્યોગિક ગૃહોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે અરજી કરી હતી.

Next Story