ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી,હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો

ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી હતી ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો

New Update

ભરૂચના જંબુસરના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો.પાદરા તાલુકાના ડભાસા ગામેથી લઇને જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ સુધીની ગુજરાતની પ્રથમ કાવડ યાત્રાની માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ તથા પરમહીત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાયો હતો.જેમાં કુલ 65 કાવડ યાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડી.જે.ના તાલ સાથે અને બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી

Latest Stories