ભરૂચના આત્મીય સંસ્કાર ધામનો વિવાદ વકર્યો છે ત્યારે આજરોજ 200 હરિભક્તો દ્વારા પ્રતીકાત્મક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે
હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના આજે 400થી વધુ બહેનો ભરૂચના આત્મીય સંસ્કાર હોલ ખાતે સભા કરવા આવતા તેઓને હોલમાં પ્રવેશ ન કરવા દેવામાં આવતા તેઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, અને તમામ બહેનો એ આત્મીય સંસ્કારધામ હોલની બહાર જ ઉભા રહી ધૂન ભજન કીર્તન કર્યા હતા. છેલ્લા એક સપ્તાહથી હરિપ્રબોધ પરિવારના અનુયાયીઓના ચાલી રહેલા વિવાદમાં 24 કલાકમાં ઉકેલ ન લવાય તો ઉપવાસ આંદોલનની તૈયારી પણ હરી ભક્તો એ બતાવી હતી ત્યારે હરિભક્તો દ્વારા આત્મીય સંસ્કારધામ ખાતે પ્રતીકાત્મક આંદોલન પર ઊતર્યા હતા અને ગતરાત્રિના સમયે ટ્રસ્ટીના નિવાસ સ્થાને પણ હલ્લો મચાવ્યો હતો