ભરૂચ:આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જન જાગૃતિ રેલીનું કરવામાં આવ્યુ આયોજન

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અને વિશ્વ વસ્તી પખવાડિયા અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

New Update
ભરૂચ:આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જન જાગૃતિ રેલીનું કરવામાં આવ્યુ આયોજન

11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિતે સરકારની વસ્તી નિયંત્રણ કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ વિશ્વ વસ્તી પખવાડિયા ની ઉજવણી શરુ થઇ છે જે સંદર્ભે ભરૂચ પંચાયત આરોગ્ય શાખા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ ભરૂચ આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ દુલેરાની અધ્યક્ષતા હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા હેલ્થ કચેરી ખાતેથી વસ્તીનિયંત્રણ અને કુટુંબ નિયોજનના બેનર સાથે ભરૂચ શહેરના સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધીની રેલી કાઢી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,આરોગ્ય શાખાના કર્મચારીઓ,સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી વિશ્વ વસ્તી દિન નિમિત્તે જનજાગૃતા ફેલાવી હતી.

Latest Stories