Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિશ્વના સૌથી ઉંચા મોટરેબલ રોડ પર સાયકલિંગ કરનાર સાયકલિસ્ટનું સન્માન કરાયું

ભરૂચના સાયકલિસ્ટનું અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા સન્માન, નેશનલ બાઈસિકલ એક્સપિડીશન-2021માં લીધો હતો ભાગ.

X

મનાલીથી લેહ લદાખ-ખારડુંગલા નેશનલ બાઈસિકલ એક્સપિડીશન-2021માં ભાગ લેનાર ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટનું અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મન હોય તો માળવે જવાય... આ કહેવતને ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નીલેશ ચૌહાણે સાર્થક કરી બતાવી છે. અરૃણિમા સિન્હાને પોતાની રોલ મોડેલ માનનાર નીલેશ ચૌહાણને છેલ્લા ઘણા સમયથી કમરનો દુ:ખાવો હતો. કંઈક અલગ કરવાના વિચાર સાથે તેઓએ ગોવા બાઈસિકલ એક્સપિડીશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓએ સાયકલિંગને જ દર્દની દવા સમજી સાયક્લિંગ પર જ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

વિશ્વના સૌથી ઉંચા મોટરેબલ રોડ (ખારડુંગલા 18380 ft) પર સાયકલિંગ કરી મનાલીથી લેહ લદાખ અને ખારડુંગલા નેશનલ બાઈસિકલ એક્સપિડીશન-2021માં ભાગ લઈ નીલેશ ચૌહાણે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નીલેશ ચૌહાણનું અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ સ્વપ્ન સાકાર કરવામાં સહકાર આપવા બદલ તમામ મિત્રો, પરિવારજનો તથા અંકલેશ્વર બાઈસિકલ ક્લબનો આભાર માન્યો હતો.

Next Story