Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રક્ષાબંધનના દિવસે સેંકડો મહિલાઓએ વિનામૂલ્યે સિટી બસ સેવાનો લીધો લાભ,તંત્રનો માન્યો આભાર

છેલ્લા બે વર્ષથી રક્ષાબંધન પરવે ભરૂચ સીટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો.

X

ભરૂચ નગરપાલિકાની સીટી બસ સેવાનો રક્ષાબંધનના દિવસે હજારો મહિલાઓએ લાભ લીધો હતો.રક્ષાબંધનના પર્વ પર નગર સેવા સદન દ્વારા મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષથી રક્ષાબંધન પરવે ભરૂચ સીટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. રક્ષાબંધનને અનુલક્ષીને પાલિકા અને સીટી બસના સંચાલકોએ રક્ષાબંધન તહેવારે બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત ત્રીજા વર્ષે કરી હતી સવારે આઠ વાગ્યાથી શહેરના રૂટ પર મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતા જ રક્ષાબંધનની ઉજવણી કરવા સીટી બસમાં બહેનો મફતમાં મુસાફરી કરવા ઉમટી હતી.

Next Story