Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર ફૂલ સ્પીડે વાહન હંકાર્યું તો તમારી ખૈર નથી,પોલીસ ઉભી છે સ્પીડો ગન લઈને

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયાબ્રિજ પર 40 કી.મી.પ્રતિકલાકથી વધારેની ઝડપે વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

X

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયાબ્રિજ પર 40 કી.મી.પ્રતિકલાકથી વધારેની ઝડપે વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડોમીટરથી વાહનની ઝડપ ચકાસી દંડનિય કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે

નર્મદા બ્રિજ પર વધતા જતા અકસ્માતોનું કારણ તપાસતા પ્રાથમિક દ્રષ્ટિએ બ્રિજના માર્ગની સરફેશ વધુ પોલિશ હોય. વાહનો વધુ ઝડપે જતા હોવાનું અને ઓછી લાઇટિંગનું કારણ સામે આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રે તમામ શકયતા, તારણો અને કારણો તપાસી આજથી જ બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોની સ્પીડ 40 ની કરી દીધી છે. બ્રિજ પર લાઇટો વધારવામાં આવશે. અમુક અંતરે સાઈન બોર્ડ મુકવા સાથે રસ્તાની ઉપરી સપાટીને રફ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આજથી ટ્રાફિક પોલીસ પણ હરકતમાં આવી હતી. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગતિ મર્યાદા માપવા માટેના સ્પીડો મીટર સાથે માં નર્મદા મૈયા બ્રિજ પર એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 કિલોમીટરથી વધારે ગતિથી પસાર થતા વાહનો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

Next Story