ભરૂચ: ઝઘડીયા GIDCમાં 25 રાઉન્ડ ફાયરિંગ થતા આઈ.જી.સંદીપ સિંહ દોડી આવ્યા,જુઓ શું આપ્યા આદેશ

ઝઘડીયા જીઆઈડીસીમાં બનેલ ફાયરિંગના મામલામાં વડોદરા રેન્જના આઈ.જી. સંદીપસિંહે ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા

New Update
ભરૂચ: ઝઘડીયા GIDCમાં 25 રાઉન્ડ ફાયરિંગ થતા આઈ.જી.સંદીપ સિંહ દોડી આવ્યા,જુઓ શું આપ્યા આદેશ

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં બનેલ ફાયરિંગના મામલામાં વડોદરા રેન્જના આઈ.જી. સંદીપસિંહે ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં શનિવારે ભરબપોરે આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સિવિલકામ રાખવા માટેનું કોટેશન અપવા ગયેલાં વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય રાજુ વસાવાના પુત્ર અને ધોળગામ પંચાયતના સરપંચ રજનીકાંત વસાવા તેમજ તેમના મિત્રો પર ફાયરિંગ થયું હતું.25 રાઉન્ડ ફાયરિંગ થતા ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે પોલીસે હાલ 5 આરોપીઓની ધરપકડ છે. ઘટનાની ગંભીરતા સમજી વડોદરા રેન્જના આઈ.જી.સંદીપ સિંહ આજરોજ ભરૂચ પહોંચ્યા હતા અને ઝઘડીયા ખા તે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા.તેઓની સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. આઈ.જી.સંદીપ સિંહે ભરૂચ જીલ્લામાં અસમાજિક તત્વો પર લગામ કસવા સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. 

Read the Next Article

અંકલેશ્વર: કાપોદ્રામાં કલર કોન્ટ્રાકટરનો અગમ્ય કારણોસર આપઘાત, GIDC પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં 21 વર્ષીય પ્રવીણ પટેલ રહેતા હતા. કલર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવાનને ગળેફાંસો ખાધેલી હાલતમાં

New Update
suiside

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં 21 વર્ષીય પ્રવીણ પટેલ રહેતા હતા.

કલર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવાનને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોર્સ્ટમોર્ટમ અર્થે મોકલો હતો. યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.