ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર ફરીએકવાર સાબિત થયા અસરદાર, જુઓ માર્ગ અને મકાન વિભાગ કેમ આવ્યું હરકતમાં

કનેક્ટ ગુજરાતના સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર, અંકલેશ્વર વાલિયા રોડ પર મોતના સળિયા અંગેનો અહેવાલ કરાયો હતો પ્રસારિત.

New Update
ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર ફરીએકવાર સાબિત થયા અસરદાર, જુઓ માર્ગ અને મકાન વિભાગ કેમ આવ્યું હરકતમાં

કનેક્ટ ગુજરાતના સમાચાર ફરીએકવાર અસરદાર સાબિત થયા છે. અંકલેશ્વરથી વાલિયાને જોડાતા માર્ગ પર વરસાદી કાંસની કામગીરી દરમ્યાન હેક્ષોન આર્કેડ પાસે સેંટિંગના સળિયા જોખમી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જે વાહન ચાલકો માટે મોતના સળિયા સાબિત થયા હતા આ અંગે કનેક્ટ ગુજરાત પર અહેવાલ પ્રસારિત કરાતા જ માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું હતું અને સળિયા પર યુદ્ધના ધોરણે સ્લેબ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અંકલેશ્વરથી વાલિયાને જોડતા માર્ગ પર રોજના સેંકડો વાહનો પસાર થાય છે આ ઉપરાંત આ માર્ગ પર અનેક કમર્શિયલ કોમ્પ્લેક્ષ પણ આવેલા છે. વાલિયા ચોકડીથી એક કી.મી.ના અંતરે આવેલ હેક્ષોન આર્કેડ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલની પાકી કાંસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થઈ શકે એ માટે કામગીરી કરવામાં આવી રહી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરીમાં બેદરકારી સામે આવી હતી.

કાંસની કામગીરી દરમ્યાન સળિયા જોખમી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જે વાહન ચાલકો માટે મોતના સળિયા સાબિત થઈ શકે એમ હતા ત્યારે કનેક્ટ ગુજરાત દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા મોતના સળિયા નામે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં માર્ગ અને મકાન વિભાગ તેમજ કોન્ટ્રાકટરની બેદરકારી દર્શાવવામાં આવી હતી. કનેક્ટ ગુજરાત પર અહેવાલ પ્રસારિત કરાતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર્ગ પર જોખમી રીતે નીકળેલા સળિયા પર સ્લેબ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અનિલ વસાવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે આ અંગે કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કનેક્ટ ગુજરાતના સમાચાર ફરી એકવાર પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં અસરદાર સાબિત થયા છે. આ અગાઉ ભરૂચના આંગન એપાર્ટમેન્ટ નજીક માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાઇન બોર્ડ લગાવવાની કામગીરીમાં બેદરકારી સામે આવી હતી. એક જ સ્થળેથી બીજ સ્થળે જવા માટે લગાવવામાં આવેલ સાઇન બોર્ડમાં અલગ અલગ કી.મી.દર્શાવવામાં આવ્યા હતા જે અંગે કનેક્ટ ગુજરાત પર અહેવાલ પ્રસારિત થતાં જ બોર્ડ હટાવી લેવામાં આવ્યા હતા.

Latest Stories