ભરુચ : અંકલેશ્વરમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે 10 કલાકના વીજ કાપમાં લોકો શેકાયા,12 ફિડરો પર વીજ પુરવઠો થયો ઠપ્પ

અંકલેશ્વરમાં આજરોજ 40 ડિગ્રી તાપમાન વચ્ચે લોકોએ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો.

New Update
ભરુચ : અંકલેશ્વરમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે 10 કલાકના વીજ કાપમાં લોકો શેકાયા,12 ફિડરો પર વીજ પુરવઠો થયો ઠપ્પ

અંકલેશ્વરમાં આજરોજ 40 ડિગ્રી તાપમાન વચ્ચે લોકોએ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો.જેટકો દ્વારા પ્રી મોન્સુન કામગીરીના નામે 10 કલાકનો વીજકાપ લેવામાં આવતા 12 ફીડરો પર વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો

Advertisment

આકરો ઉનાળો જાણે તેની ચરમસીમાએ છે અને ગરમી રોજ રોજ અણગમા રેકોર્ડ બ્રેક કરી રહી છે. ઉદ્યોગ નગર અંકલેશ્વરમાં આજરોજ તાપમાનનો પારો 40 ડિગ્રી નોંધાયો હતો જેના કારણે લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો તો બીજી તરફ વીજકંપનીએ પણ લોકોનો પરસેવો છોડાવ્યો હતો. પ્રી મોન્સુન કામગીરી માટે જેટકો કંપની દ્વારા આજરોજ અંકલેશ્વરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો વીજકાપ લેવામાં આવ્યો હતો. ભરઉનાળે વીજ કાપ અપાતાં લોકો ગરમીમાં શેકાયા હતા. અંકલેશ્વર જીઆઇડીસીના 7,ગ્રામ્ય વિસ્તારના 3 અને શહેર વિસ્તારના 2 ફિડરો મળી કુલ 12 ફિડરો પર વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.

ભર ઉનાળે પંખા અને એ.સી. વગર લોકોએ ઉકળાટ અને બાફરાનો અનુભવ કર્યો હતો. કમર્શિયલ બિલ્ડિંગમાં પણ વીજ પુરવઠો ઠપ્પ થતા કામકાજ પણ અટવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા પ્રતિ વર્ષ ઉનાળાના સમયમાં પ્રી મોન્સુન કામગીરી માટે વીજકાપ લેવામાં આવે છે પરંતુ ચોમાસાની સીઝનમાં પણ વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે પ્રી મોંસૂકન કામગીરી માત્ર કાગળ પર જ ન કરવામાં આવે એ જરૂરી છે.

Advertisment