ભરૂચ : કોંગ્રેસના 137માં સ્થાપના દિવસ ઉજવણી, જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસનો ધ્વજ ફરકાવાયો.

દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તા. 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી

New Update
ભરૂચ : કોંગ્રેસના 137માં સ્થાપના દિવસ ઉજવણી, જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસનો ધ્વજ ફરકાવાયો.

દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તા. 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજે તા. 28મી ડિસેમ્બરે કોંગ્રેસ પાર્ટીના 137માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Advertisment

કોંગ્રેસ પાર્ટીના અનેક લોકોએ દેશની આઝાદી માટે પોતના પ્રાણ ન્યોછાવાર કરી દીધા હતા. વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાલ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા. કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજીએ હાજરી આપી હતી. જોકે, દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તા. 28 ડિસેમ્બરના રોજ 137મો સ્થાપના દિવસ છે, ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજનું કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં આરોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેર પ્રમુખ તેજપ્રીત શોકી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકર સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories