Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મગરોની રાજધાની ઢાઢર નદીમાં શ્રમજીવીઓ જીવના જોખમે લાકડા વીણવા માટે મજબુર,જુઓ દ્રશ્યો

ભરૂચ જિલ્લામાં એક તરફ આમોદ નજીકથી પસાર ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં અને મહાકાય મગર નજરે પાડવાની ઘટનાઓ વારંવાર બને છે

X

ભરૂચ જિલ્લામાં એક તરફ આમોદ નજીકથી પસાર ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં અને મહાકાય મગર નજરે પાડવાની ઘટનાઓ વારંવાર બને છે તેમ છતાં નદીમાં પાણીમાં તણાઈ આવતા લાકડા વીણવા માટે સ્થાનિકો જીવનું જોખમ ઉઠાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ભરૂચના આમોદ-જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં જીવના જોખમે પોતાના પેટનો ખાડો પુરવા માટે ૧૦૦ ફૂટ ઊંડી અને અનેક મગરોનું આશ્રયસ્થાન ધરાવતી નદીમાં પથરાયેલી જંગલી વેલ ઉપર ચાલીને લાકડાં વીણતાં શ્રમજીવીઓ નજરે પડે છે. લાકડા જેવી સામાન્ય બળતણની ચીજ માટે લોકોનું જીવને જોખમમાં મૂકવું અયોગ્ય માનવામાં આવી રહ્યું છે. તંત્ર પણ મગરના જોખમના માત્ર પાટિયા લટકાવી સંતોષ માને છે પણ આ લોકોને અટકાવવા જરૂરી જણાય છે.શ્રમજીવીઓ બે પૈસા મેળવવાની લાલચમાં 100 ફૂટ ઊંડી નદી ઉપર તરતા લાકડાં વીણવાની મજૂરી કરે છે.ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં તણાઇને આવેલા લાકડા વીણી પોતાનું જીવન ગુજરાન ચલાવવા લોકો મજબુર બન્યાં છે. એક તરફ સતત વરસાદને કારણે કોઈ મજૂરી કામ ન મળતાં મજૂરો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઢાઢર નદીમાં ઉતરીને લાકડાં વીણવા જાણે મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે.ઢાઢર નદીમાં અસંખ્ય મગરો હોવા છતાં મજૂરો જીવના જોખમે લાકડાં વીણી મજૂરી મેળવતા હોય છે.ઉલ્લેખનીય છે કે સમયાંતરે નદીમાં મોટી સંખ્યામાં મગરોના ઝુંડ નજરે પડવાની ઘટનાઓ સામે આવે છે. નદીમાં મોટી સંખ્યામાં અને મહાકાય મગર નજરે પડે છે. તાજેતરના ભારે વરસાદ બાદ ઢાઢર નદી સીમાડા ઓળંગતા આસપાસના ખેતરોમાં પણ મગરોની હાજરી દેખાઈ હતી.

Next Story