/connect-gujarat/media/post_banners/e6f24712d324544b0419ea09bd6497668607ec496fe9efe581171450896e7426.jpg)
ભરૂચ શહેરની એમીટી શાળાના પરિસરમાં કોબ્રા સાંપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાંપનું રેસક્યું કર્યું હતું.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ એમીટી શાળાના પરિસરમાં આજે સવારના સમયે ભારત દેશના અત્યંત ઝેરી સાંપ ગણાતા એવા કોબ્રા પ્રજાતીના સાંપે દેખા દેતા હાજર લોકોમાં ફાફડાટ ફેલાયો હતો. શાળા પરિસરમાં કોબ્રા સાંપ ફરતો હોવાની ઘટના અંગેની જાણ નેચરલ પ્રોટેકશન ચેરિટેબલ ટ્રસ્ટના કર્મીઓને કરવામાં આવી હતી. જે બાદ ટ્રસ્ટના હિરેન શાહ અને નિકુંજ પટેલ સહિતની ટીમ સ્થળ પર દોડી આવી સાંપનું રેસ્ક્યુ કર્યું હતું. જોકે, રેસક્યું કરાયા બાદ સાંપને તેના અનુકૂળ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.